Homeગુજરાતમોરબીવાંકાનેરના મેસરીયા ગામે નજીવી બાબતે યુવક પર પાઈપ વડે ચાર શખ્સોનો હુમલો 

વાંકાનેરના મેસરીયા ગામે નજીવી બાબતે યુવક પર પાઈપ વડે ચાર શખ્સોનો હુમલો 

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રામજી મંદિરના ચોરે સામાન્ય બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખીને એક યુવક પર ચાર શખ્સોએ હુમલો કરવામાં આવ્યો હોવાની વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા પ્રકાશભાઈ વાલાભાઇ બેડવા (ઉ.વ.૩૪) એ આરોપી વિશાલભાઈ હેમુભાઈ વાળા, સમીર હેમુભાઇ વાળા, બાદલ હેમુભાઈ વાળા, હંસાબેન હેમુભાઈ વાળા રહે. મેસરીયા ગામ તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી સાથે આરોપી વિશાલભાઈએ બોલાચાલી ઝઘડો કરેલ હોય જેનો ખાર રાખી ચારેય આરોપીઓએ ફરિયાદીને ઢીકા પાટુનો માર મારી લોખંડનો પાઈપ ફરિયાદીને માથાના ભાગે મારતા માથામાં ટાંકા આવે તેવી ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular