મોરબી જિલ્લામાં ચાલી રહેલી મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ અંતર્ગત જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તાર તેમજ ટંકારા અને પડધરી તાલુકાનાં વિવિધ ગામોમાં આવેલા મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી હતી.
આ નિરીક્ષણ મુલાકાત દરમિયાન કલેક્ટરએ બૂથ પર ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી મતદારયાદી સુધારણા કામગીરીની પ્રગતિની વિગતો મેળવી હતી. લાયક નાગરિકો અને ૧૮-૧૯ વર્ષના યુવા વર્ગની મતદાર તરીકે નામ નોંધણી, તેમજ અગાઉની યાદીમાં નામ કે અન્ય વિગતોમાં સુધારા-વધારા કરવાની કામગીરી સંપૂર્ણ પારદર્શક અને નિયમોનુસાર થાય તે પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો તથા કલેક્ટર દ્વારા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી હતી.