Homeગુજરાતમોરબીમોરબીના જુના ઘુંટુ રોડ પરથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે એક શખ્સ...

મોરબીના જુના ઘુંટુ રોડ પરથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે એક શંકાસ્પદ ઈસમને પકડી પાડી તેની પાસેથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.

મળતી માહિતી મુજબ જૂના ઘુંટુ રોડ પર આવેલ ઓપેક્ષ ઈન્ડીયન ઓઈલના પેટ્રોલપંપ પાસે પેટ્રોલિંગમાં રહેલી પોલીસ ટીમે એક શંકાસ્પદ ઈસમને કોર્ડન કરી પકડી પાડ્યો હતો. તેની તપાસ કરતા પ્લાસ્ટિકની થેલીમાંથી રૂ. ૩૭૫/- ની કિંમતની ૩ સીલબંધ બોટલો મળી આવી હતી.

પોલીસે ઘટનાસ્થળેથી ઈમરાનભાઈ સબીરભાઈ મોવર (ઉ.વ. ૨૬) રહે. શોભેશ્વર રોડ, મોરબીવાળાને વિદેશી દારૂના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ આ દારૂનો જથ્થો જયદીપ ઉર્ફે જયુ બેચરભાઈ ચૌહાણ (રહે. સો ઓરડી, મોરબી-૨) પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપી હતી. મોરબી તાલુકા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular