Homeગુજરાતમોરબીહળવદ, માળીયા અને મોરબી તાલુકાના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ ઝડપાયા

હળવદ, માળીયા અને મોરબી તાલુકાના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ ઝડપાયા

આઇ.જી.પી. સરદહી રેન્જ ભુજની નાસતા ફરતા આરોપી પકડવા અંગેની સ્પેશ્યલ ડ્રાઇવ દરમિયાન રાજ્ય સેવકને અવરોધ કરવાના ગુન્હામા તથા પ્રોહિબિશનના બે ગુન્હામાં એમ ત્રણ ગુનામાં નાસતા ફરતા ત્રણ આરોપીઓને મોરબી એલ.સી.બી./પેરોલફર્લો સ્કોડે ઝડપી પાડયા છે.

મોરબી એલ.સી.બી./પેરોલફર્લો સ્કવોડ સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ ટેકનીકલ માધ્યમથી, હ્યુમન સોર્શીસ અને ખાનગી બાતમીદારો મારફતે નાસતા ફરતા આરોપીઓના છુપાવાના આશ્રય સ્થાનો વિગેરે સ્થળે તેને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન ખાનગીરાહે મળેલ હકીકત આધારે હળવદ પોલીસ સ્ટેશનમાં BNS ની કલમ-૧૨૬(૨),૧૨૭(૨), ૨૨૪,૧૧૦,૩ (૫), GPA-૧૩૫ મુજબ ના ગુન્હાના આરોપી પ્રશાંતભાઇ નટવરભાઇ ચાવડા (ઉ.વ.૨૭) રહે.હાલ ચરાડવા તા.હળવદ જી.મોરબીવાળો ચરાડવા ગામેથી મળી આવતા અટક કરી હળવદ પો.સ્ટે.ને સોંપી આપેલ છે.

તેમજ માળીયા(મીં) પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપી તૈયબભાઇ ગુલમામદ માણેક (ઉ.વ.૩૯) રહે.મોરબી વિશીપરા મોરબી-૨ મુળગામ સિકારપુર તા.ભચાઉ જી.કચ્છ વાળાને ભીમસર ચોકડી થી ખાતેથી અટક કરી માળીયા (મીં) પો.સ્ટે.ને સોંપી આપેલ છે.

જ્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપી ઇરફાન વલીમામદ કટારીયા (ઉ.વ.૩૬) રહે. મોરબી વીશીપરા કુલીનગર તા.જી.મોરબી વાળાને ટંકારા લતીપર ચોકડી થી અટક કરી મોરબી તાલુકા પો.સ્ટે.ને સોંપી આપેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular