હળવદ: ઓનલાઈન ગેમિંગના વધી રહેલા દૂષણે વધુ એક યુવાનનો ભોગ લીધો હોવાની આઘાતજનક ઘટના હળવદ તાલુકાના ઘણાંદ ગામે સામે આવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઘણાંદ ગામે રહેતા ૩૧ વર્ષીય યુવક ધનશ્યામભાઈ નાનજીભાઈ સોલંકી ઓનલાઈન ગેમ રમવાની ટેવ ધરાવતા હતા. ગેમિંગ દરમિયાન મોટી રકમ હારી જતાં તેમના પર ભારે આર્થિક દેણું થઈ ગયું હતું. આ દેવાના માનસિક તણાવમાં આવી જઈને યુવકે પોતાના જ ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘટના બાદ પરિવારજનો દ્વારા તેમને ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા નાનજીભાઈ પિતામ્બરભાઈ સોલંકી દ્વારા હળવદ પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) કલમ ૧૯૪ મુજબ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.