વાંકાનેર તાલુકાના નવા ઢુવા ચોકી પાસે ભવાની હોટેલની બાજુમાં આવેલા ‘ઓમ સાંઈ સ્પા’ ઉપર વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન સ્પા સંચાલક દ્વારા સ્પામાં કામ કરતી વર્કરના બાયોડેટાના ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ ન કરાવી હોવાનું તેમજ સીસીટીવી કેમેરાના રિકોર્ડિંગ અંગેના જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના જાહેરનામાનું પાલન ન કર્યું હોવાનું સામે આવ્યું હતું.
સ્પા સંચાલક જીગાભાઈ રામજીભાઈ ડાભીએ નિયમો વિરુદ્ધ જઈને કામ કરતી વ્યક્તિઓની નોંધણી ન કરાવી હોવાથી તથા સીસીટીવી ડેટા રાખવા બાબતના જાહેરનામાનો ભંગ કરેલ હોવાનું પંચો રૂબરૂ જણાઈ આવ્યું હતું. આ મામલે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરીને ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.) ની કલમ-૨૨૩ મુજબ જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.