Homeગુજરાતમોરબીટંકારામાં પોલીસે મોરબી નાકા પરથી ગેરકાયદેસર બીયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી...

ટંકારામાં પોલીસે મોરબી નાકા પરથી ગેરકાયદેસર બીયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

ટંકારા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ખાનગી વાહનમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હોય તે દરમીયાન ટંકારા-મોરબી નાકા પાસે એક ઈસમ પ્લાસ્ટિકના બાચકા સાથે શંકાસ્પદ હાલતમાં ઊભેલો મળી આવ્યો હતો. પોલીસે તેની પાસે જઈ તપાસ કરતા પ્લાસ્ટિકના બાચકામાંથી ૨૩ નંગ સીલ પેક બીયરના ટીન મળી આવ્યા હતા.

પોલીસે આરોપી વસીમ ઉર્ફે પપ્પુ અજીતભાઈ સાંજી (ઉંમર વર્ષ ૨૪, ધંધો-મજુરી, રહે. ટંકારા મુમનાવાસ, તા. ટંકારાવાળાને ઝડપી પાડયો હતો. આ બીયરનો જથ્થો વેચાણ અર્થે રાખવા અંગે તેની પાસે કોઈ પાસ, પરમીટ કે આધાર ન હોવાથી પોલીસે રૂ. ૩,૨૨૦/- ની કિંમતનો ૨૩ ટીન બીયરનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે આરોપી સામે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ટંકારા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular