Homeગુજરાતમોરબીહળવદના ક્રોસ રોડ પર કોમ્પ્લેક્ષની બંધ દુકાનમાંથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો...

હળવદના ક્રોસ રોડ પર કોમ્પ્લેક્ષની બંધ દુકાનમાંથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો

હળવદ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે સરા ચોકડી પાસે આવેલ ક્રસ રોડ કોમ્પ્લેક્ષમાં દરોડો પાડ્યો હતો. પ્રથમ માળે આવેલી બંધ દુકાન નંબર બી-૧૨૬માં તપાસ કરતા અંદરથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળીને કુલ રૂ. ૨૨,૫૩૮/- નો પ્રોહિબિશન મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

તપાસ દરમિયાન આ વિદેશી દારૂનો જથ્થો હળવદના આનંદ પાર્કમાં રહેતા પીયુષભાઈ ચમનભાઈ સચાણીયા (વાણંદ) દ્વારા વેચાણ અર્થે રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. દરોડા સમયે આરોપી હાજર મળી આવ્યો ન હતો, જેથી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular