Homeગુજરાતમોરબીમાતાના ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ યુવતીનું પરિવાર સાથે મિલન કરાવતી ટીમ...

માતાના ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ યુવતીનું પરિવાર સાથે મિલન કરાવતી ટીમ મોરબી

મોરબી; ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે મોરબી ત્રાજપર ગામે મયુર સોસાયટી માં એક અજાણી યુવતી છેલ્લા કેટલાક કલાકથી એકલી બેઠી છે યુવતી સરખું સરનામું પણ આપતી નથી અને ખુબ જ ગભરાયેલી હાલતમાં છે યુવતી ચિંતામાં છે માટે તેમની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની જરૂર છે.

જેના પગલે ફરજ પરના ૧૮૧ ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ ખ્યાતિબેન બલેવિયા તેમજ પાયલોટ વિરમભાઇ જીડ ઘટના સ્થળે યુવતીની મદદ માટે પહોંચ્યા હતા યુવતી ને ત્યાંના લોકોએ સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતાં સૌપ્રથમ યુવતી ને સાંત્વના આપી તેમજ ૧૮૧ ટીમ દ્વારા યુવતી સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો.

ત્યારબાદ યુવતીનું ખુબ જ સંવેદનશીલતા પૃવૅક કાઉન્સિલીગ કર્યું કાઉન્સિલીગ દરમિયાન યુવતીએ પોતાની મનોવ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હું મારા માતા પિતા અને ભાઈ સહિતના પરિવાર સાથે એક કંપનીમાં રહું છું અને મજુરી કામ કરીને ગુજરાન ચલાવીએ છીએ મારા માતા ક્યારેક ક્યારેક નશીલા દ્રવ્યોનું સેવન કરીને મારી સાથે ગેરવતૅન કરે છે અને અપશબ્દો બોલે છે તેમજ નાની નાની વાતો પર માનસિક રીતે ત્રાસ આપે છે મારી સાથે મારઝુડ કરીને ઘરની બહાર નીકળી જવાનુ કહે છે અને જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ લઈ આપતા નથી માટે આવાં અનેક પ્રકારના પ્રશ્ર્નોથી કંટાળીને હું બપોરના સમયે ઘરે કોઈને પણ જાણ કર્યા વિના મારી મરજીથી ઘરેથી નીકળી ગયેલ.

ત્યારબાદ યુવતી પાસે તેમના પરિવારનો કોઈ કોન્ટેક્ટ નંબર ન હોય માટે યુવતીએ પોતાની કંપનીનું સરનામુ જણાવ્યા મુજબ તેમના કંપનીમાં ગયેલ અને તેમના પરિવાર સાથે વાતચીત કરેલ વાતચીત કરતા તેમના પરિવાર જનોએ જણાવ્યું હતું કે બપોરના સમયે મમ્મી -દિકરી વચ્ચે ઝઘડો થયેલ હોવાથી યુવતી કહ્યા વગર નીકળી ગયેલ તેમને ગોતવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેમની દીકરી મળેલ નહીં.

ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા સલાહ સુચન અને માગૅદશૅન આપેલ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપવામાં આવેલ તેમજ યુવતી સાથે ગેરવર્તન ન કરવાં તેમજ મારઝુડ ન કરવાં બાબતે લાંબી સમજાવટ આપવામાં આવેલ તેમજ યુવતીનું ધ્યાન રાખવા જણાવેલ.

આમ યુવતીએ ઘરની બહાર ક્યારેય ન નીકળવાનો સંકલ્પ વ્યક્ત કર્યો અને તેમના પરિવાર સાથે રહેવા જણાવેલ માટે યુવતી ને તેમના પરિવાર સાથે સહી સલામત સોંપવામાં આવેલ હોય તેમના પરિવાર જનોએ તેમની દિકરીને સહી સલામત તેમના ઘરે પહોંચાડવા બદલ ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular