Homeગુજરાતમોરબીનેશડા (ખા.) ગામે ગૌ-સેવા અર્થે યોજાશે ભવ્ય નાટક: "નાગમતી નાગવાળો" અને પેટ...

નેશડા (ખા.) ગામે ગૌ-સેવા અર્થે યોજાશે ભવ્ય નાટક: “નાગમતી નાગવાળો” અને પેટ પકડીને હસાવતું કોમિક યોજાશે 

ટંકારા તાલુકાના નેશડા (ખા.) ગામ મુકામે ગૌ-માતાના કલ્યાણ અને નિરાધાર ગાયોના રક્ષણ અર્થે એક વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગામ સમસ્ત અને શ્રી ઉમિયા ગૌ-સેવા યુવક મંડળ દ્વારા “અમારી ગાય કતલખાને કદી નહીં જાય” ના દ્રઢ સંકલ્પ સાથે આગામી તારીખ ૧૦-૧૦-૨૦૨૬, શનિવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે એક ભવ્ય નાટકનું આયોજન રાખેલ છે. આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં ગામના તથા આસપાસના વિસ્તારના તમામ ગૌ-ભક્તોને પધારવા માટે ભાવભીનું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ દરમિયાન સમિયાણાનો ઐતિહાસિક અને લોકપ્રિય પ્રસંગ દર્શાવતું નાટક “નાગમતી નાગવાળો એટલે કે જુગ જુગની પ્રીત” રજૂ કરવામાં આવશે. આ સાથે લોકોના મનોરંજન માટે પેટ પકડીને હસાવતું હાસ્ય રસિક કોમિક “દી ઊઠાડીયો દામલે” પણ રજૂ કરાશે. શ્રી ઉમિયા ચેરીટેબલ ટ્રસ્ટ અને નેશડા (ખા.) ગામ સમસ્ત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગૌ-સેવાના આ પવિત્ર યજ્ઞની શોભા વધારવા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular