ફરિયાદી હેમુભાઈ સગરામભાઈ સરવૈયાના જણાવ્યા મુજબ, ગઈકાલે રાત્રે આશરે ૧૦ વાગ્યાના સુમારે તેમના મોટાભાઈની દીકરી હેતલબેન ઘરેથી નીકળી ગઈ હતી. તપાસ કરતા તેણી ગામના જ દેવાભાઈના દીકરા કિશન સાથે ગઈ હોવાની જાણ થઈ હતી. આ અંગે વાતચીત કરવા અને તપાસ કરવા પરિવારજનો કિશન મકવાણાના ઘરે ગયા હતા.
તે સમયે આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી, ઉશ્કેરાઈને ગાળો આપી લાકડી અને ધોકા જેવા પ્રાણઘાતક હથિયારો વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં સગરામભાઈ સામતભાઈ સરવૈયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય લોકોને પણ ઈજાઓ પહોંચી હતી. જેથી આ હત્યા નિપજાવનાર આઠ ઈસમો દેવાભાઈ ઉકાભાઇ મકવાણા, કિરણભાઇ દેવાભાઇ મકવાણા, વિપુલભાઇ દેવાભાઇ મકવાણા, રાજુભાઇ છનાભાઇ મકવાણા, મનસુખભાઇ ઉકાભાઇ મકવાણા, ભરતભાઇ મનસુખભાઈ મકવાણા, વિરમભાઇ મનસુખભાઇ મકવાણા, જેમાભાઇ સોમાભાઈ મકવાણા રહે.બધા ખાનપર તા.વાંકાનેરવાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે