Homeગુજરાતમોરબીમોરબીના જેનિલ પટેલનો શતરંજમાં ડંકો: SGFI સ્ટેટ લેવલે ૪થો રેન્ક મેળવી નેશનલ...

મોરબીના જેનિલ પટેલનો શતરંજમાં ડંકો: SGFI સ્ટેટ લેવલે ૪થો રેન્ક મેળવી નેશનલ ચેસ સ્પર્ધા અને COE માટે પસંદગી

મોરબીની નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થી જેનિલ રાજેશભાઈ પટેલે ચેસ (શતરંજ) ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિ હાસિલ કરીને સમગ્ર મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

SGFI 70મી ઓલ ઈન્ડિયા સ્કૂલ ગેમ્સ અંતર્ગત યોજાયેલી રાજ્ય કક્ષાની U-17 ચેસ સ્પર્ધામાં જેનિલ પટેલે ૭ રાઉન્ડના અંતે ૬ પોઈન્ટ સાથે ચોથો (4th) રેન્ક પ્રાપ્ત કર્યો છે. આ શાનદાર દેખાવના આધારે તેની નેશનલ લેવલ ચેસ ટૂર્નામેન્ટ માટે પસંદગી કરવામાં આવી છે.

આ ઉપરાંત, રમતગમત પ્રત્યેની તેની અદ્ભુત પ્રતિભા અને નિષ્ઠાને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) દ્વારા ચાલતી સેન્ટર ઓફ એક્સેલન્સ (COE – Centre of Excellence Scheme for Chess 2026/2027) યોજનામાં પણ જેનિલ પટેલની પસંદગી કરવામાં આવી છે.

જેનિલની આ પ્રશંસનીય સિદ્ધિ બદલ શાળા પરિવાર, કોચ તેમજ મોરબીના રમતગમત પ્રેમીઓ તરફથી તેના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે અને આગામી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે શ્રેષ્ઠ પ્રદર્શનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular