મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ પ્રોહી./જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સર્વેલન્સ સ્ટફને સંયુકતરાહે બાતમી મળેલ કે, “તળાવીયા ગામની સીમમાં, થીઓસ સીરામીકની બાજુમાં આવેલ અવાવરુ જગ્યામાં અંધારામાં કોઇ ઇસમ ઇંગ્લીસ દારૂનો જથ્થો છુપાવી રાખી હેરફેરની પ્રવૃતિ કરતો હોય તેમજ આ જથ્થો સગેવગે કરવાની પેરવી ચાલુ હોય ‘ જે બાતમીના આધારે રેઇડ કરતા બોટલો નંગ ૨૮૫૬ કિ.રૂ. ૬,૮૪,૬૬૦ તથા મહીન્દ્રા કંપનીની મહીન્દ્રા કંપનીની બોલેરો મેકસ રજીસ્ટર નંબર જીજે-૩૬-વી-૬૮૭૩ કી.રૂ. ૫૦૦૦૦૦/- મળી કૂલ મુદ્દામાલ રૂ. ૧૧,૮૪,૬૬૦ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે.