Homeગુજરાતમોરબીમોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના 09 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી...

મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના 09 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી કરાઈ 

મોરબી જિલ્લામાં ગુજરાત રાજ્ય સરકારના પશુપાલન વિભાગ તથા EMRI Green Health Servicesના સંકલનથી કાર્યરત કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના તા. ૦૬ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ ૯ વર્ષ પૂર્ણ થયા હતા.

આ ૯ વર્ષની કામગીરીમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા અંદાજે ત્રીસ હજાર કરતા પણ વધુ ગાય, ભેંસ, કબૂતર અને કૂતરા જેવા અબોલ પશુની સારવાર કરવામાં આવી છે.

આ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા તા. ૦૬ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ પંચાસર ચોકડી સ્થિત વેટ પોલી ક્લિનિક ખાતે પશુપાલન વિભાગના વડા નવનીત જે. વડનગરાની ઉપસ્થિતિમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી અને આવનારા વર્ષોમાં પણ આવી જ રીતે અબોલ પશુને અમારી ટીમ દ્વારા ઉત્તમ સારવાર મળતી રહેશે તેમ જણાવ્યું હતું.

આ ઉજવણીમાં 181 પ્રોજેક્ટના પ્રોગ્રામ મેનેજર તુષાર બાવરવા, પ્રોજેકટ કોઓર્ડીનેટર દિનેશ ચાંચિયા તથા એમ્બ્યુલન્સ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular