GST કાઉન્સિલની 57મી બેઠકમાં વેપારીઓ અને કરદાતાઓ માટે અનેક મહત્ત્વના નિર્ણયો લેવાયા. કાઉન્સિલે GST અધિકારીઓની સીધી ધરપકડની સત્તા પાછી ખેંચી, નાના વિવાદો ઘટાડવા 10,000 રૂપિયાથી ઓછા કેસમાં શો-કોઝ નોટિસ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. ડિલિવરી સર્વિસ પર ટેક્સ 18%થી 5% થયો, રિટ્રેડેડ ટ્રેક્ટર ટાયર પર 5% ટેક્સ લાગશે. કર્મચારીઓના હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ, ટેલિકોમ ટાવર અને આઉટડોર કેટરિંગ પર ITC મળશે.
નાણાંમંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની 57મી બેઠકમાં વેપારીઓને રાહત આપતા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં ટેક્સ અધિકારી પાસેથી મનસ્વી રીતે ધરપકડ કરવાની સત્તા પરત લેવામાં આવી છે. તેમજ હવે ધરપકડ પૂર્વે કોર્ટનો આદેશ મેળવવો પડશે.
આ ઉપરાંત કાઉન્સિલે ટેક્સ અધિકારીઓની ધરપકડની સત્તાઓને ઘટાડવા અને ફોજદારી કાર્યવાહી શરૂ કરવા માટે લઘુત્તમ મર્યાદા ₹1 કરોડથી વધારીને ₹5 કરોડ કરવાને મંજૂરી આપી છે. આ પગલું વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા અને વ્યવસાય માલિકો દ્વારા સામનો કરવામાં આવતી કાર્યકારી મૂડીની તંગીને દૂર કરવામાં મહત્વનું સાબિત થશે.
ડિલિવરી અને ખેતી ક્ષેત્રે રાહત: અનરજિસ્ટર્ડ રાઇડર્સની ડિલિવરી સેવાઓ પરનો જીએસટી દર ૧૮% થી ઘટાડીને ૫% કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, રિટ્રેડેડ ટ્રેક્ટર ટાયર પર પણ ટેક્સ ઘટાડીને ૫% કરાયો છે
આ ઉપરાંત ‘શો-કોઝ’ નોટિસ માટે પણ ₹10,000ની લઘુત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે. તેમજ બિન-નોંધણીકૃત સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી રાઇડર ડિલિવરી સેવાઓ પરના GST દરમાં 18 ટકા થી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. તેમજ ઈ-કોમર્સ વિક્રેતાઓને સુવિધા આપવામાં આવી છે. જેમાં અંદાજે 9.5 લાખ નાના વિક્રેતાઓને પ્લેટફોર્મ વેરહાઉસને તેમના વ્યવસાયના સ્થળ તરીકે નોંધણી કરાવવાની મંજૂરી આપવામાં આવી છે.