મોટર વાહન અધિનિયમ, 1988ની કલમ 215 હેઠળ દરેક જિલ્લામાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે જિલ્લા માર્ગ સલામતી સમિતિની રચના કરવામાં આવેલ છે. માનનીય જિલ્લા કલેક્ટર આ સમિતિના અધ્યક્ષ તરીકે માર્ગદર્શન પૂરું પાડે છે.
જિલ્લામાં થતા જીવલેણ માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા માટે માર્ગ સલામતી અંગે જનજાગૃતિ, અસરકારક વાહન ચેકિંગ, રાજ્ય સરકારની માર્ગ અકસ્માત નિવારણ સંબંધિત યોજનાઓનો અમલ તેમજ માર્ગો પર જરૂરી ટ્રાફિક કાર્મિંગ મેઝર્સ અમલમાં મૂકવા સહિતની કામગીરી જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા કરવામાં આવે છે.
મોરબી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જૂન, જુલાઈ અને ઓગસ્ટ-2026 દરમિયાન મોરબી જિલ્લામાં નીચે મુજબની માર્ગ સલામતીલક્ષી કામગીરી કરવામાં આવી છે:
૧. બ્લેક સ્પોટ તથા વલ્નરેબલ સ્ટ્રેચ પર ટ્રાફિક કૉર્મિંગ મેઝર્સ
જિલ્લાના વિવિધ માર્ગો પર વારંવાર એક જ સ્થળે અકસ્માત થતાં હોય તેવા બ્લેક સ્પોટ તથા વલ્નરેબલ સ્ટ્રેચની ઓળખ કરી માર્ગ અકસ્માતોમાં ઘટાડો થાય તે હેતુથી જરૂરી ટ્રાફિક કૉર્મિંગ મેઝર્સ અમલમાં મૂકવામાં આવ્યા છે.
આ અંતર્ગત વાહનચાલકોની ઝડપ નિયંત્રિત થાય અને માર્ગ સલામતીમાં વધારો થાય તે માટે રોડ સેફ્ટી સાઇનેજ, સ્પીડ કન્ટ્રોલ મેઝર્સ, રોડ માર્કિંગ, રિફ્લેક્ટિવ ડેલિનેટર, કેટ આઈ,ટ્રાન્સવર્સ બાર માર્કિંગ,સ્ટ્રીટ લાઇટિંગ સહિતના જરૂરી સલામતીનાં પગલાં લેવામાં આવ્યા છે.જેમાં નીચે મુજબના સ્થળોએ પગલાં લેવામાં આવ્યા છે.
જૂન, જુલાઈ અને ઓગસ્ટ-2026 દરમિયાન આરટીઓ કચેરી દ્વારા વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ બદલ અસરકારક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં:
• લાયસન્સ વિના વાહન ચલાવવા બદલ: 1,520 કેસ
• વિમા વિના વાહન ચલાવવા બદલ: 1,050 કેસ
• રૉંગ સાઇડ ડ્રાઇવિંગ બદલ: 419 કેસ
• હેલ્મેટ વિના વાહન ચલાવવા બદલ: 118 કેસ
• ઓવરલોડ વાહન બદલ: 487 કેસ
• ઓવર ડાયમેન્શન વાહન બદલ: 363 કેસ
આમ, નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
૩. શાળાઓમાં માર્ગ સલામતી અંગે જનજાગૃતિ કાર્યક્રમો
જિલ્લામાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે આરટીઓ વિભાગ,પોલીસ વિભાગ અને ૧૦૮ ની ટીમ દ્વારા જિલ્લાની 20 શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. કાર્યક્રમો દરમિયાન ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટનો ઉપયોગ, સીટબેલ્ટનું મહત્વ તથા માર્ગ પર સલામત વર્તન અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
૪. PM-RAHAT યોજના હેઠળ અકસ્માત પીડિતોને સારવારનો લાભ
માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા PM-RAHAT યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ અકસ્માત પીડિતને 7 દિવસ સુધી રૂ. 1.50 લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ આપવામાં આવે છે.
મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં 220 માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં અકસ્માત પીડિતોને PM-RAHAT યોજનાનો લાભ આપવામાં આવ્યો છે.
જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા માટે રસ્તાની સલામતીમાં સુધારો, કાયદાનું અસરકારક અમલીકરણ તથા જનજાગૃતિ અંગેની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે.