Homeગુજરાતમોરબીવાંકાનેરમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન

વાંકાનેરમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન

BAOUના 10 ગોલ્ડ-સિલ્વર મેડલ વિજેતા સહિત ‘તેજતૃષા’ના 25 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

વાંકાનેર ખાતે ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી અમરસિંહજી શૈક્ષણિક સંકુલ ખાતે BAOUના અભ્યાસ કેન્દ્રના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

ઓગસ્ટ 2019થી 2025 સુધીના વિવિધ સત્રોમાં ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોમાં ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ તથા સર્ટિફિકેટ પ્રાપ્ત કરનાર 10 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત BAOU દ્વારા વિદ્યાર્થીઓના કૌશલ્યવર્ધન માટે યોજાતી ‘તેજતૃષા’ રાજ્યકક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં મેડલ મેળવનાર 25 વિદ્યાર્થીઓને પણ મહાનુભાવોના હસ્તે સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા અને વિદ્યાર્થીઓને કૌશલ્યવર્ધન સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

સમારોહમાં અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા, સોનલબેન દોશી, સોસાયટીના ઉપપ્રમુખ કલ્પેન્દુભાઈ મહેતા, માનદ મંત્રી અનંતરાય મહેતા સહિત ટ્રસ્ટીઓ, BAOU રાજકોટ પ્રાદેશિક કેન્દ્રના રિજનલ ડિરેક્ટર હર્ષવર્ધનજી, કો-ઓર્ડિનેટર ડો. શીતલબેન શાહ, બ્રિજેશભાઈ બારસરા, સ્થાનિક પદાધિકારીઓ, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યો, સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular