મોરબી તાલુકાના રંગપર (બેલા) ગામની સીમમાં સોમનાથ પેટ્રોલ પંપ સામે આવેલા શોપિંગ સેન્ટરમાં આવેલ દુકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૪૭૨ કિંમત રૂપિયા ૫૨૩૬૨ ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સને ફરાર દર્શાવી ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના રંગપર (બેલા) ગામની સીમમાં સોમનાથ પેટ્રોલ પંપ સામે આવેલા શોપિંગ સેન્ટરમાં આરોપી હિરશભાઈ ભવરલાલ અહારીએ પોતાના કબ્જા ભોગવટા વાળી દુકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૪૭૨ કિંમત રૂપિયા ૫૨૩૬૨ ના મુદ્દામાલ સાથે આરોપી હિરશભાઈ ભવરલાલ અહારી રહે. રંગપર (બેલા) ગામની સીમમાં તા.જી. મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ અઝરૂદ્દીન અકબરભાઈ જામ રહે. બેલા (આમરણ) તા.જી. મોરબીવાળાનુ નામ ખુલતા બંને આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.