રાત્રીસભા દરમિયાન ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવતી વિવિધ સ્થાનિક સમસ્યાઓ, પ્રશ્નો અને રજૂઆતોને સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા જરૂરી કાર્યવાહી કરવા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી હતી. ગ્રામજનોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ લાવવામાં આવ્યું હતું. તેમજ વિવિધ સરકારી યોજનાઓ અને વિકાસલક્ષી કામગીરી અંગે જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી.
રાત્રીસભામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, પ્રાંત અધિકારી પ્રવીણ સિંહ જેતાવત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો . પવન કુમાર શ્રીવાસ્તવ, પીજીવીસીએલ મોરબીના અધિક્ષક, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, , જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીઓ, આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર, નાયબ પશુપાલન નિયામક, નાયબ ખેતી નિયામકઓ, જિલ્લા બાગાયત અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ/પંચાયતના કાર્યપાલક ઇજનેર સહિત મોરબી તાલુકાને લગતા તમામ અધિકારી તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.