Homeગુજરાતમોરબીમોરબી જિલ્લા કલેક્ટર દ્વારા ITI ખાતે નિરીક્ષણ મુલાકાત કરેલ તેમજ તાલીમ પદ્ધતિ...

મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા ITI ખાતે નિરીક્ષણ મુલાકાત કરેલ તેમજ તાલીમ પદ્ધતિ અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું

જિલ્લામાં કૌશલ્ય વિકાસ (Skill Development) અને યુવાનો માટેની તાલીમ કામગીરી વધુ સુદ્રઢ, ગુણવત્તાસભર અને પારદર્શી બને તેવા આશયથી તા.16-09-2026 ના રોજ માનનીય જિલ્લા કલેક્ટર, મોરબી દ્વારા સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) મોરબીની નિરીક્ષણ મુલાકાત લેવામાં આવી હતી.

મુલાકાત દરમ્યાન વર્કશોપ અને પ્રયોગશાળાનું નિરીક્ષણ તેમજ કલેક્ટરશ્રીએ વિવિધ ટ્રેડ (જેવા કે ઇલેક્ટ્રિશિયન, ફિટર, ઇએમ, કોપા, આઈએમ, એમએમવી, કોસ્મેટોલોજી, વગેરે) ની વર્કશોપ, કમ્પ્યુટર લેબ અને વર્ગખંડોની રૂબરૂ મુલાકાત લઇ તાલીમાર્થીઓ મેળવી રહેલી પ્રાયોગિક (Practical) તાલીમની ગુણવત્તા ચકાસી હતી.

સંસ્થાના કેમ્પસમાં સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા, વર્કશોપ સાધનોની જાળવણી અને વિદ્યાર્થીઓ માટેની સુરક્ષા વ્યવસ્થા અંગે સ્થળ પર સમીક્ષા કરી હતી. તેમજ ITI ના પ્લેસમેન્ટ અને એપ્રેન્ટિસ ની કામગીરી અંગે અધિકારીઓ અને સ્ટાફ સાથે ચર્ચા કરી, સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાત મુજબ તાલીમાર્થીઓને વધુમાં વધુ એપ્રેન્ટિસશિપ અને રોજગારીની તકો મળી રહે તે માટે યોગ્ય આયોજન કરવા સૂચના આપી હતી.

વધુમાં મુલાકાત દરમ્યાનતાલીમાર્થીઓ માટે આઇટીઆઈ ખાતે નવનિર્માણ થનાર હોસ્ટેલ બિલ્ડીંગ ના કન્સ્ટ્રક્શન કામનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ ગુણવતા યુક્ત અને સમયસર કામગીરી પૂર્ણ થાય તે માટે માર્ગ અને મકાન વિભાગ સાથે સંકલન માં રહી કામગીરી કરવા સૂચના આપેલ હતી.

કલેક્ટરએ સંસ્થામાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓ સાથે સીધો સંવાદ સાધીને તેમની હાજરી, મળતી સુવિધાઓ, સ્ટાઇપેન્ડ તથા ભવિષ્યના રોજગાર ક્ષેત્રના આયોજન અંગે માહિતી મેળવી હતી અને તાલીમ લઈ રહેલ તમામ તાલીમાર્થી યુવાનોને કૌશલ્ય વર્ધન દ્વારા આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કર્યા હતા અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. તેમજ આઈ.ટી.આઈ. (ITI) મોરબી ખાતે હાલ ખાલી રહેલ બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા ચાલુ હોઇ જેમાં જિલ્લાના રોજગાર મેળવવા માગતા યુવાનો ને આઈ.ટી.આઈ. (ITI) મોરબી ખાતે પ્રવેશ મેળવે તેવા ઉમદા અભિગમ સાથે માનનીય જિલ્લા કલેક્ટરએ બહોળો પ્રચાર પ્રસાર કરવા જણાવ્યુ હતું.

માનનીય જિલ્લા કલેક્ટર દ્વારા આઈ.ટી.આઈ. (ITI) મોરબી ની મુલાકાત દરમ્યાન સંસ્થાના પ્રિન્સિપાલ, ફોરમેન ઇન્સ્ટ્રક્ટર, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તથા અન્ય સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular