Homeગુજરાતમોરબીમોરબીમાં ભંગારના નામે લાખોની છેતરપિંડી આચરતી ગેંગના ચાર આરોપીઓની કરી અટકાયત

મોરબીમાં ભંગારના નામે લાખોની છેતરપિંડી આચરતી ગેંગના ચાર આરોપીઓની કરી અટકાયત

મોરબીના વેપારીને સસ્તા ભાવે ભંગાર આપવાની લાલચ આપી રૂ. ૧૫.૯૮ લાખથી વધુની ઠગાઈ આચરનાર ગેંગના ચાર આરોપીઓને મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા છે. પોલીસે ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસની મદદથી આ સફળ કામગીરી કરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ભંગારનો ધંધો કરતા વેપારી અને તેના સાથીને કોપર વાયરના ભંગારના ફોટોગ્રાફ્સ મોકલી આરોપીઓએ વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ એડવાન્સ પેમેન્ટ પેટે જુદા જુદા બેંક એકાઉન્ટ્સમાં કુલ રૂ. ૧૫,૯૮,૭૨૦/- ટ્રાન્સફર કરાવી ભંગારનો માલ ન આપી છેતરપિંડી આચરી હતી. આ અંગે વેપારીએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવતા મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી છેતરપિંડીમાં સંડોવાયેલા નિતેષભાઈ લાભુભાઈ કુંઢીયા (ઉ.વ. ૩૨), ઈરફાન કાસમભાઈ ઉઠમણા (ઉ.વ. ૩૨), વાહીદ આદમભાઈ ઠેબા (ઉ.વ. ૩૦) અને કમલેશ ઉર્ફે મયુર જગજીવનભાઈ સીંદલ (ઉ.વ. ૪૦) નામના ચાર આરોપીઓની અટકાયત કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી છેતરપિંડીમાં ગયેલ રકમમાંથી રૂ. ૧૦,૫૦,૦૦૦/- નો મુદ્દામાલ પણ રિકવર કરવામાં સફળતા મેળવી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular