વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે પૈસાની ઉઘરાણી મુદ્દે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ ચાર શખ્સોએ એક જ પરિવારના બે ભાઈઓ પર લાકડીઓ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતિદેવળી ગામે રહેતા અને મજુરી કામ કરતા પ્રકાશભાઈ ઉર્ફે પીન્ટુ લાલજીભાઈ વોરા (ઉ.વ.૩૫) એ તેમના જ ગામના આરોપી બાવજીભાઈ ઉર્ફે કાળુભાઈ સીદાભાઈ વોરા, અમૃતભાઈ મેઘજીભાઈ વોરા, ઉપેન્દ્રભાઈ રવજીભાઈ વોરા, વિજયભાઈ પરસોતમભાઈ વોરા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી બાવજીભાઈ ફરીયાદી પાસે બાકીના રૂપીયા પાછા માગતા ફરીયાદીએ કહેલ હાલે તેની પાસે રૂપીયા ન હોવાનુ જણાવતા આરોપીને સારૂ નહીં લાગતા એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને બેફામ ગાળો આપી તથા આરોપીઓએ પણ આ બાબતનો ખાર રાખી ફરીયાદીને તથા સાથી દલીપભાઈને બેફામ ગાળો આપી તથા લાકડી વતી શરીરે માર મારી શરીરે મુઢ ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.