Homeગુજરાતમોરબીહળવદ તાલુકા પંથકમાં કેબલ ચોરનો આતંક અલગ અલગ ત્રણ ગામોમાંથી કેબલ વાયરની...

હળવદ તાલુકા પંથકમાં કેબલ ચોરનો આતંક અલગ અલગ ત્રણ ગામોમાંથી કેબલ વાયરની ચોરી 

હળવદ પંથકમાં કેબલ વાયરની ચોરી કરતી ગેંગે હાહાકાર મચાવ્યો છે હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ, હળવદ ગામની ઠળીયા પાટી, અને કડિયાણા ગામની સીમમાંથી કેબલ વાયરની ચોરીની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ પ્રથમ ફરીયાદ હળવદ શહેરમાં રહેતા દિપકભાઇ અંબારામભાઈ સંઘાણીએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામની ધાર તરીકે ઓળખાતી સિમમા ફરીયાદીની વાડીએથી ૬ એમ.એમનો કેબલ વાયર ૨૦૦ ફુટ જેની કિંમત રૂપિયા ૧૫૦૦૦ નાં મુદ્દામાલ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવી છે.

જ્યારે બીજી ફરિયાદ હળવદના ગોકુલનગરમા રહેતા ગણપતભાઈ દેવજીભાઈ પરમારે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે હળવદ ગામે ઠળીયા પાર્ટી નામે ઓળખાતી સિમમા ફરીયાદીની વાડીએથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ૦૬ એમ.એમ નો ૧૨૦ ફુટ કેબલ વાયર જેની કિંમત રૂપિયા ૧૨૦૦૦ નો મુદામાલ ચોરી કરી લઈ ગયો હતો.

જ્યારે ત્રીજી ફરીયાદમા હળવદ તાલુકાના કડિયાણા ગામે રહેતા કનુભાઈ વાલાભાઇ ઠુંગાએ જણાવ્યું હતું કે ફરીયાદીની હળવદ તાલુકાના કડિયાણા ગામની સીમમાં આવેલ ફરીયાદની વાડીએ અજાણ્યા ચોર ઈસમ ૬ એમ. એમ. નો ૨૦૦ ફુટ કેબલ વાયર જેની કિંમત રૂપિયા ૧૫૦૦૦ નો મુદામાલ ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular