ઈ-સરકાર, iORA સહિતના ઓનલાઈન પોર્ટલની કામગીરીની સમીક્ષા કરી પેન્ડિંગ અરજીઓનો સત્વરે નિકાલ કરવા સૂચના
મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા કલેક્ટર કચેરીની બિનખેતી શાખા તથા મેજિસ્ટિરિયલ શાખાની તપાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન બંને શાખાઓમાં ચાલી રહેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
કલેક્ટર દ્વારા ઈ-સરકાર, iORA તથા વિવિધ ઓનલાઈન પોર્ટલ્સ પર થતી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. કચેરીમાં પેન્ડિંગ રહેલી કામગીરી તેમજ લોકો દ્વારા કરવામાં આવેલી અરજીઓનો સત્વરે નિકાલ થાય તે માટે સંબંધિત અધિકારી-કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી.
કલેક્ટરે અરજદારોને સમયસર અને ઝડપી સેવા મળી રહે તેમજ કચેરીની કામગીરીમાં વધુ કાર્યક્ષમતા જળવાય તે અંગે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.