Homeગુજરાતમોરબીમોરબીમાં તસ્કરોનો આતંક: વીસીપરા વિસ્તારમાંથી એકસાથે 6 ટ્રેક્ટરની બેટરીઓની ચોરી

મોરબીમાં તસ્કરોનો આતંક: વીસીપરા વિસ્તારમાંથી એકસાથે 6 ટ્રેક્ટરની બેટરીઓની ચોરી

મોરબીના વીસીપરા વિજયનગર વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ ખાલી જગ્યામાં પાર્ક કરેલા ટ્રેક્ટરોને નિશાન બનાવી તરખાટ મચાવ્યો છે. વિજયનગર શેરી નં. ૧ રોહિદાસ પરા વિસ્તારમાં પાર્ક કરેલા અલગ-અલગ માલિકોના કુલ ૬ ટ્રેક્ટરોમાંથી એમરોન કંપનીની બેટરીઓની ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના વિસીપરા વિજયનગર શેરી નં -૦૧મા રહેતા ધર્મેશભાઈ દેવજીભાઈ મકવાણાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાથીઓના અલગ અલગ ટ્રેક્ટરોમાથી બેટરી નંગ -૦૬ કિંમત રૂપિયા ૪૨૦૦૦ નાં મુદ્દામાલ ની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular