વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે દુકાન પાસે બેઠેલા૬૩ વર્ષીય પ્રૌઢ પર ગામના જ બે શખ્સોએ લાકડીના ધોકા સાથે આવી ગાળો આપી પથ્થરમારો કર્યો હોવાની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે દુકાન પાસે બેઠેલા અમૃતભાઈ મેઘજીભાઈ વોરા (ઉ.વ.૬૩) એ તેમના જ ગામના આરોપી પ્રકાશ ઉર્ફે પિંટુભાઈ લાલજીભાઈ વોરા તથા ભરત ઉર્ફે ગોપી લાલજીભાઈ વોરા વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાની પિતાની દુકાનના પગથીયા પર બેઠા હતા ત્યારે બનાવ સમયે આરોપીઓ હાથમા લાકડીના ધોકા લઈ બજારમાં હાજર સાથી બાવજીભાઈ વોરાને બેફામ ગાળો બોલી બજારમા પડેલ છુટા પથ્થર હાથમા લઈ સાથીને મારવા જતા પથ્થરના ઘા ફરીયાદીને ડાબી આંખના નીચેના ભાગે તથા નાક પર ઘા લાગતા ફરીયાદીને મોઢાના ભાગે ડાબી આંખ નીચે સમાન્ય ઇજા તથા નાકના ભાગે ફેકચરની ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.