Homeગુજરાતમોરબી11મા “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ”ની ઉજવણી અંતર્ગત 23 સપ્ટેમ્બરે નિઃશુલ્ક આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર...

11મા “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ”ની ઉજવણી અંતર્ગત 23 સપ્ટેમ્બરે નિઃશુલ્ક આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન

નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની સૂચના અન્વયે જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા, મોરબી દ્વારા ૧૧મા “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ”ની ઉજવણી અંતર્ગત તા. ૨૩-૯-૨૦૨૬ એ શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય, ખાનપર, તા. મોરબી નિઃશુલ્ક આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં નાગરિકોને વિવિધ રોગો માટે નિઃશુલ્ક નિદાન અને સારવારની સાથે આયુર્વેદિક જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ કૅમ્પમાં ૦ થી ૫ વર્ષના બાળકો માટે સુવર્ણપ્રાશન આપવામાં આવશે. હરસ, મસા અને ભગંદર જેવા રોગોમાં અસરકારક આયુર્વેદિક સારવાર અંગે માર્ગદર્શન અને સારવાર આપવામાં આવશે, સાંધાના દુઃખાવાથી પીડાતા દર્દીઓ માટે અગ્નિકર્મ ચિકિત્સા. તેમજ ઋતુજન્ય રોગચાળા સામે રક્ષણ માટે ડ્રાય ઉકાળા, સંશમની વટી તથા આર્સેનિક આલ્બમનું વિતરણ.

જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા, મોરબી દ્વારા નાગરિકોને આ નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા જિલ્લા આયુર્વેદ અધિકારી, મોરબીનો અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular