Homeગુજરાતમોરબીપિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બંને કિશોરીનું તેમના પરિવાર સાથે મિલન...

પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બંને કિશોરીનું તેમના પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ ટીમ મોરબી

મોરબી; ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન માં એક જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે મોરબી જુના બસસ્ટેશન પર બે કિશોરી છેલ્લા કેટલાક કલાકથી એકલી બેઠી છે કિશોરી કાંઈ પણ બોલતી નથી અને સરખું સરનામું પણ આપતી નથી બંને કિશોરી ખુબ જ ગભરાયેલી હાલતમાં છે અને તેઓ ચિંતામાં છે તેમની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની જરૂર છે.

જેના પગલે ફરજ પરના ૧૮૧ ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ શારદાબેન તેમજ પાયલોટ વિરમભાઇ જીડ ઘટના સ્થળે કિશોરી ની મદદ માટે પહોંચ્યા હતા કિશોરીને તાત્યા લોકોએ સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતાં સૌપ્રથમ કિશોરીને સાંત્વના આપી તેમજ ૧૮૧ ટીમ દ્વારા કિશોરી સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો.

ત્યારબાદ કિશોરી નું ખુબ જ સંવેદનશીલતા પૃવૅક કાઉન્સિલીગ કર્યું કાઉન્સિલીગ દરમિયાન કિશોરીએ પોતાની મનોવ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારા મમ્મી નાં બીજા લગ્ન છે અમે ત્રણ બહેનો છે મારા મમ્મી નાં બીજા લગ્નનાં આઠ વર્ષ થયાં છે હું મારા મમ્મી પપ્પા અને બહેન સહિતના પરિવાર સાથે મોરબી એક ટાઈલ્સ ની કંપનીમાં રહું છું મારા બીજા પપ્પા હોવાથી તેઓ રોજ નશીલા દ્રવ્યોનું સેવન કરીને બધાં સાથે મારઝુડ કરે છે અને અપશબ્દો બોલે છે તેમજ નાની નાની વાતો પર માનસિક રીતે ત્રાસ આપે છે અને ઘર ખષૅ માટે ઘરમાં પૈસા પણ આપતા નથી અને અયોગ્ય વર્તન કરે છે આવા અનેક પ્રકારના પ્રશ્ર્નોથી કંટાળીને અમે બંને બહેનો સવારના સમયે રસોઈ બનાવીને ઘરેથી કોઈને પણ જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ.

કિશોરીને તેમના પપ્પાનો કોન્ટેક્ટ નંબર પણ યાદ નાં હોય અને કંપનીનું સરનામુ પણ યાદ નાં હોય ત્યારબાદ ઘણા પ્રયત્નો બાદ ૧૮૧ ટીમ દ્વારા કિશોરીના પપ્પાનો કોન્ટેક્ટ નંબર મેળવી અને તેમની સાથે વાતચીત કરેલ અને આધાર પુરાવા માંગેલ પુરાવા યોગ્ય લાગતા કિશોરીના કંપનીમાં ગયેલ અને તેમના પપ્પા સાથે વાતચીત કરી તેમના પપ્પાએ જણાવ્યું હતું કે સવારના સમયે રસોઈ બનાવીને નાની વાતો પર ઝઘડો થતાં મારી બંને કિશોરીઓ સવારના સમયે મારી જાણ બહાર ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલ ગોતવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ કિશોરી મળેલ નહીં.

ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા સલાહ સુચન અને માગૅદશૅન આપેલ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપવામાં આવેલ તેમજ કિશોરીને શિક્ષણ આપવા તેમજ કિશોરી સાથે સાથે મારઝુડ ન કરવાં તેમજ અયોગ્ય વર્તન ન કરવાં તેમજ માનસિક રીતે ત્રાસ ન આપવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવેલ તેમજ બંને કિશોરીઓ નું ધ્યાન રાખવા જણાવેલ.

આમ બંને કિશોરીઓ એ ઘરની બહાર ક્યારેય પણ ન નીકળવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને તેમના પરિવાર સાથે રહેવા જણાવેલ માટે કિશોરી ને તેમના પરિવાર સાથે સહી સલામત સોંપવામાં આવેલ હોય તેમના પરિવાર જનોએ તેમની કિશોરીઓને સહી સલામત તેમના ઘરે પહોંચાડવા બદલ ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular