મોરબીના ઘૂંટુ ગામ પાસે એલસીબી પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ગુપ્ત બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરીને મારુતિ સુઝુકી બ્રેઝા ગાડીમાંથી ગેરકાયદેસર રીતે વહન કરાતો વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે જ્યારે એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે મોરબીના ઘૂંટુ ગામ પાસે મેન રોડ પર શંકાસ્પદ સ્થિતિમાં ઉભેલી બ્રેઝા ગાડી રજિસ્ટર નં. GJ-36-BB-5656 ની તલાશી લેતા તેમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની નાની-મોટી બોટલો નંગ -315 કિંમત રૂપિયા 75,485 તથા કાર કિંમત રૂપિયા 8,00,000 મળી કુલ કિંમત રૂપિયા 8,75,485 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી પ્રતાપભાઈ ભરતભાઈ કેરવાડીયા તથા રોહિતભાઈ સવઘણભાઈ ઈંદરીયા રહે. બંને રાતાભર ગામ તા. હળવદવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ શક્તિ રાજપુત રહે. માથક ગામ તા. હળવદવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.