વાંકાનેર તાલુકા પોલિસ સ્ટેશનના ૧૩ માસથી નાસતા ફરતા અપહરણ ના ગુનાના આરોપી તથા ભોગબનનારને પીપલાની થાના વિસ્તાર ભોપાલ (મધ્યપ્રદેશ)ખાતેથી મોરબી AHTU ટીમ તથા વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ઝડપી પાડયા છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો અપહરણના ગુન્હાનાનો આરોપી સાગર દેવચંદ મયારામભાઇ વર્મા (ઉ.વ. ૨૨) ધંધો સિક્યુરીટી ગાર્ડ મુળ રહે. લાલપુરીયા તા.સુટાલીયા જિ.રાજગઢ(મધ્યપ્રદેશ) વાળો ફરીયાદીની સગીર વયની દિકરીને અપહરણ કરી ભગાડી ગયેલ હોય જે આરોપી સાગર વર્માને પીપલાની થાના વિસ્તાર ભોપાલ (મધ્યપ્રદેશ) વિસ્તારમાં હોવાની માહીતી મળતા AHTU ટીમ તથા વાંકાનેર તાલુકા પોલિસ ટીમ દ્વારા પીપલાની થાના વિસ્તાર ભોપાલ (મધ્યપ્રદેશ) માંથી આરોપી તથા ભોગબનનારને હસ્તગત કરી વાંકાનેર તાલુકા પો.સ્ટે. લાવી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.