Homeગુજરાતમોરબીમોટીબરારની રત્નમણિ શાળામાં ‘પુસ્તકથી બહારનું શિક્ષણ’ બન્યું પ્રેરણાદાયી અનુભવ

મોટીબરારની રત્નમણિ શાળામાં ‘પુસ્તકથી બહારનું શિક્ષણ’ બન્યું પ્રેરણાદાયી અનુભવ

બેગલેસ ડે અંતર્ગત વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકના જ્ઞાન સાથે વ્યવહારુ અને જીવનલક્ષી શિક્ષણ મળે તે હેતુથી રત્નમણિ પ્રાથમિક શાળા – મોટીબરાર દ્વારા સ્થાનિક લુહારીકામ અને દરજીકામ કરતા કારીગરોની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ લુહારીકામ કરતા કારીગર સાથે મુલાકાત કરી લુહારીકામમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનો, કામ કરવાની પદ્ધતિ, જરૂરી કૌશલ્યો તેમજ આ વ્યવસાય સાથે જોડાયેલી બાબતો અંગે રસપ્રદ પ્રશ્નોત્તરી કરી માહિતી મેળવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ દરજીકામ કરતા કારીગરની મુલાકાત લઈ સિલાઈ મશીન, કપડાંની માપણી, કાપકામ, સિલાઈની પ્રક્રિયા તથા દરજીકામ માટે જરૂરી કૌશલ્યો વિશે પ્રત્યક્ષ માહિતી મેળવી હતી.

આ સમગ્ર પ્રવૃત્તિ દરમિયાન વિદ્યાર્થીઓએ કારીગરોના કાર્યને નજીકથી નિહાળી શ્રમનું ગૌરવ, વ્યવસાયિક કૌશલ્ય અને સ્વરોજગારનું મહત્વ સમજ્યું હતું.

વધુમાં શાળાના આચાર્ય અનિલ બદ્રકિયા એ જણાવ્યું હતું કે બેગલેસ ડે અંતર્ગત યોજાયેલી આ વ્યવસાયલક્ષી મુલાકાત વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાથે પ્રત્યક્ષ અનુભવ અને જીવનકૌશલ્ય મેળવવાની એક સુંદર તક બની રહી હતી.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular