મોરબીના વાવડી રોડ પર આવેલા બાવળીયા પીરની દરગાહ પાસે જૂની અદાવતનો ખાર રાખી સામે કેમ જુવે છે કહી યુવક પર ત્રણ શખ્સોએ ઘાતક હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ સુમિતનાથ સોસાયટીમાં રહેતા અને નોકરી કરતા ભાવેશભાઈ જલાભાઈ દેવસુર (ઉ.વ.૩૨) એ આરોપી બાબુ સંધી, સલીમ ઉર્ફે સલો, મકબુલ સંધી રહે. ત્રણેય મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીઓએ સામુ જોવા બાબતે બોલાચાલી કરી ગાળો આપી આરોપીઓએ ફરીયાદીને ઘણ અને પાઈપ વડે શરીરે આડેધડ માર મારી ઇજા કરી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.