મોરબી-રાજકોટ હાઇવે રોડ ઉપર બોલેરો કેમ્પર ગાડીમાં બનાવેલ ચોરખાનામાંથી ઇંગ્લીશ દારૂના ચપલાઓ નંગ-૧૨૪૮ તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૬૩૩,૩૪૦/- ના મુદામાલ સાથે બે આરોપીઓને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
ટંકારા પોલીસના સ્ટાફને મળેલ બાતમીના આધારે, મોરબી-રાજકોટ હાઇવે રોડ ઉપર બોલેરો કેમ્પર ગાડીમાં શીટ નીચે, ઠાઠામાં તેમજ ટોપ ઉપરના ભાગે બનાવેલ ચોરખાનામાંથી ઇંગ્લીશ દારૂના પ્લાસ્ટીકના અલગ અલગ બ્રાન્ડના ચપલાઓ નંગ-૧૨૪૮ કિ.રૂ.૩,૨૭,૮૪૦/- તથા બોલેરો કેમ્પર ગાડી નંબર GJ-03-BV-9752 વાળી કિ.રૂ. ૩,૦૦,૦૦૦/-તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કી.રૂ. ૫૫૦૦/- મળી કુલ રૂ. ૬,૩૩,૩૪૦/- ના મુદામાલ સાથે બે આરોપીઓ દશરથભાઇ હરકનભાઇ પ્રભુભાઇ રબારી (ખાંભલા) (ઉ.વ. ૩૦) રહે. રામપુરા છોટા, તા.ધાનેરા જી.બનાસકાંઠા તથા બાબુરામ જવાનાજી ભાડકા જાતે રબારી (ઉ.વ. ૪૫) રહે. જારડા ગામ તા.રાણીવાડા જી.ઝાલોર રાજસ્થાનવાળાને પકડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ મહેન્દ્રભાઇ બાબુરામ રબારી રહે. પાલ કુડા તા.રાણીવાડા જી.ઝાલોર રાજસ્થાનવાળાનુ નામ ખુલતા તમામ આરોપોઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.