Homeગુજરાતમોરબીમોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો

મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો

બાળાઓને કિચન ગાર્ડન, ઓર્ગેનિક શાકભાજી અને આરોગ્ય જાળવણી અંગે અપાઈ પ્રાયોગિક તાલીમ

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળાઓ માટે આરોગ્ય જાળવણી, પર્યાવરણ સંરક્ષણ અને કિચન ગાર્ડન અંગે જાગૃતિ તથા તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્કશોપ દરમિયાન બાળાઓને કિચન ગાર્ડન બનાવવા માટે સ્થળની પસંદગી, જરૂરી સાધનો, માટી, બીજ, પાણી, ખાતર, વાવેતર તેમજ છોડમાં થતા રોગોના નિયંત્રણ અંગે પ્રાયોગિક સમજણ આપવામાં આવી હતી. ઉપરાંત દરેક બાળાને પોતાના ઘરે વાવેતર કરી શકે તે માટે દેશી પાલકના બીજના પેકેટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન શાકભાજીમાં જંતુનાશકોના વધુ પડતા ઉપયોગથી આરોગ્ય પર થતી સંભવિત અસરો અંગે જાગૃતિ લાવવામાં આવી હતી. સ્વસ્થ જીવન માટે ઘરે જ દેશી અને ઓર્ગેનિક શાકભાજી ઉગાડી તેનો ઉપયોગ કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. બાળાઓ જાતે બીજ રોપણ અને છોડનો ઉછેર કરીને પ્રકૃતિ સાથે જોડાય તથા કિચન ગાર્ડન પ્રત્યે રસ કેળવે તેવા ઉદ્દેશથી આ આયોજન કરવામાં આવ્યું હતું.

તાલીમ દરમિયાન પાલકના વાવેતર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બાળાઓને સ્વચ્છ, સુરક્ષિત અને ઓર્ગેનિક શાકભાજીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

આ તાલીમ પર્યાવરણપ્રેમી પ્રાણજીવન કાલરિયા દ્વારા આપવામાં આવી હતી. તેમણે વિદ્યાર્થીઓને બીજની કીટ તેમજ પોતે લખેલા વનસ્પતિ અને ગોપાલન વિષયક પુસ્તકો શાળાને ભેટરૂપે અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે મધુરમ ફાઉન્ડેશન મોરબીના પ્રમુખ ડૉ. મધુસૂદન પાઠક તેમજ પ્રકૃતિ ઉપચાર કેન્દ્રના નેચરોપેથ શૈલેષભાઈ કાલરિયાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.

પીએમશ્રી માધાપરવાડી કન્યા પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલા અને શિક્ષક સ્ટાફે કાર્યક્રમની સુંદર વ્યવસ્થા કરી હતી. કાર્યક્રમના અંતે શિક્ષક દયાલજીભાઈ બાવરવાએ આભારવિધિ કરી હતી.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular