ઋષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારામાં લોકશાહીનો નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. ટંકારા નગરપાલિકાની પ્રથમ ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને વોર્ડ નં-02 માં કોંગ્રેસ પક્ષે લોકપ્રિય ઉમેદવાર પસંદ કરી લોકોને આશ્ચર્ય ચકિત કરી દીધા છે.
ટંકારા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં-02 ના સર્વાંગી વિકાસના વિઝન સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારો ગિરીશ હસમુખભાઈ ઘેટિયા, જીનતબેન અબ્દુલભાઈ મોડ, નિલેશભાઈ દેવજીભાઈ રાઠોડ, સિધ્ધિ હર્ષદભાઈ પાંચોટીયા હાલ મતદારોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
વોર્ડ-2 ના ઉમેદવારો દ્વારા પોતાના વિસ્તારમાં પુર જોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે ઉમેદવારો કોઈ પણ જાતની ભભકાદાર જાહેરાતોને બદલે સીધા મતદારોના દ્વારે જઈ રહ્યા છે. અને ઉમેદવારો મતદારો સાથે રૂબરૂ મળીને પાયાની સુવિધાઓ જેવી કે ગટર, પાણી અને સ્ટ્રીટ લાઈટના પ્રશ્નો સમજી રહ્યા છે. અને લોકોને કેવી હાલાકી ભોગવવી પડી રહી છે તે જાણી રહ્યા છે અને ચુંટાયા બાદ પ્રજાના પ્રશ્નો પર જ કામગીરી કરવાની બાંહેધરી આપી રહ્યા છે તેમજ ટંકારાના લોકોને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે જેવા વચનો આપી રહ્યા છે જેથી હાલ ઉમેદવારેને મતદારો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં મતદારો આ કર્મઠ ઉમેદવારો પર વિશ્વાસ મૂકીને ટંકારાના વિકાસની ચાવી કોંગ્રેસના ઉમેદવારોને આપે તો નવાઈ નહીં.