Homeગુજરાતમોરબીમોરબી: વ્યાજખોરના ત્રાસથી કંટાળી વેપારીનો આપઘાતનો પ્રયાસ

મોરબી: વ્યાજખોરના ત્રાસથી કંટાળી વેપારીનો આપઘાતનો પ્રયાસ

મોરબી શહેરમાં વધુ એકવાર વ્યાજખોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવા બસ સ્ટેન્ડ સામે રહેતા અને બેલા ગામ પાસે કારખાનું ધરાવતા એક યુવાન વેપારીએ વ્યાજખોરની ધમકીથી કંટાળી ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ છે.

મળતી માહિતી મુજબ મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે આશાપુરા ટાવર પાછળ વિશ્વાસ પેલેસ બ્લોક નંબર -601 માં રહેતા અને વેપાર કરતાં પ્રકાશભાઈ પ્રવિણભાઇ ભોરણીયા (ઉ.વ.૩૨) એ આરોપી સાજીદભાઈ જાનમામદભાઈ કાજેડીયા રહે. કાજરડા ગામ તા. માળીયા મીયાણાવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું આરોપીએ ફરીયાદિને રૂપીયા ૦૯ લાખ માસીક ૬૦% લેખે ઉચા વ્યાજ દરે આપી જેનું ફરીયાદિએ રૂ. ૭,૦૨, ૦૦૦/-રૂપીયા વ્યાજ ચુકવી આપેલ હોવા છતા મુદ્દલ રકમ ૯ લાખ ભરવા માટે આરોપીએ ફરીયાદીને ધમકીઓ આપતાં ફરીયાદી ડરી જતા ફરીયાદીએ ઘાસમાં નાખવાની દવા પી જતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ આ બનાવ અંગે આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાવતાં પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ બી.એન.એસ કલમ-૩૫૧(૨) તથા ગુજરાત નાણા ધીરધાર કરનારા બાબત અધિનીયમ-કલમ-૪૦, ૪૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular