હળવદ તાલુકાના મયાપુર ગામે જમીન વિવાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં જમીન ખાલી કરાવવાના ઈરાદે આવેલા શખ્સોએ એક ખેડૂત દંપતીને લાકડાના ધોકા અને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મયાપુર ગામે રહેતા અને ખેતી કરતા બળદેવભાઈ ભુદરભાઈ કણઝારીયા (ઉ.વ.૫૦) એ આરોપી દિલિપભાઈ ધરમશીભાઈ પટેલ રહે.હળવદ મુન્નાભાઈ ભરવાડ રહે. હળવદ તથા અજાણ્યા ચાર શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ ફરીયાદીની વાડીએ આવી આ ખેતર અમારૂ છે ખાલી કરી દો તેમ કહી ફરીયાદી સાથે બોલાચાલી કરી ભુંડાબોલી ગાળો આપી એકદમ ઉશ્કેરાઈ જઈ આરોપીઓએ ફરીયાદી તથા સાથી રમીલાબેનને લાકડાના ધોકાથી તથા ઢીકાપાટુનો માર મારી તથા ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ – ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.