Homeગુજરાતમોરબી24 એપ્રિલે નારણકા ગામે બહુચરાજી માતાજીના ભવ્ય મંદિરના શીલાસ્થાપનનો શુભારંભ થશે

24 એપ્રિલે નારણકા ગામે બહુચરાજી માતાજીના ભવ્ય મંદિરના શીલાસ્થાપનનો શુભારંભ થશે

મોરબી તાલુકાના નારણકા ગામે સમસ્ત મેરજા પરિવારના આસ્થા કેન્દ્ર એવા કુળદેવી ભગવતી માઁ બહુચરાજી માતાજીના નૂતન, દિવ્ય અને ભવ્ય મંદિરના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પવિત્ર કાર્ય અંતર્ગત મંદિરના પ્રથમ “શીલાસ્થાપન” વિધિનો શુભ આરંભ આગામી 24 એપ્રિલ 2026, વૈશાખ સુદ આઠમ, શુક્રવારના રોજ સવારે 8:00 વાગ્યાથી કરવામાં આવશે.

આ શુભ પ્રસંગે નારણકા સહિત બગથળા, હડમતીયા, થોરાળા, ચમનપર, માનસર, મહેન્દ્રનગર, સુરેન્દ્રનગર તથા મહેન્દ્રગઢ (ફગશિયા) સહિત વિવિધ વિસ્તારોમાં વસતા મેરજા પરિવારના સભ્યો તેમજ રોજગાર કે નોકરીના કારણે અન્યત્ર વસવાટ કરતા સમાજજનોને સહપરિવાર ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

વિધિ પૂર્ણ થયા બાદ બપોરે 12:30 વાગ્યે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વ્યવસ્થાપક સમિતિ દ્વારા સર્વે સમાજજનોને આ પાવન ધાર્મિક યજ્ઞમાં જોડાઈ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા હાર્દિક અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular