મોરબી જીલ્લાના સીમાવર્તી ગામો સોલંકીનગર, ફડસર, ઉટબેટ સામપર, બેલા(આમરણ) ગામોમા સીમા જાગરણ મંચ–મોરબી તથા ડો. હેડગેવાર સ્મારક સમિતિ અને આર્યતેજ હોમીયોપેથીક મેડિકલ કોલેજ મોરબી દ્વારા તા.૧૪/૦૪/૨૦૨૬ ના રોજ ભારત રત્ન ડો. ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતી નિમિતે નિઃશુકલ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. અને આશરે ૩૦૦ થી વધુ ગ્રામજનોએ આ કેમ્પમાં લાભ લીધો.
આ મેડીકલ કેમ્પને સફળ બનાવવા સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રાંતના સહસંયોજક હિરેનભાઈ વિડજા તેમજ મોરબી જીલ્લા અઘ્યક્ષ વિનોદભાઈ સનારીયા તથા મોરબી જીલ્લાના સયોજક રાજેશભાઈ એરણીયા તથા મોરબી જીલ્લાના ટોળી સદસ્ય મનીસભાઈ પટેલ, બીપીનભાઈ અઘારા, રાજભાઈ અમૃતીયા, દિનેશભાઈ બારૈયા તથા આર્યતેજ હોમીયોપેથીક મેડિકલ કોલેજના ડોકટરઓ તથા તમામ સ્ટાફ તેમજ ઉકત તમામ ગામના સરપંચઓ તેમજ ગામના યુવાનો અને ગામલોકોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.