Homeગુજરાતમોરબીવાંકાનેરમાં નજીવી બાબતે વૃદ્ધને આપી જાનથી મારી નાખવાની ધમકી; ત્રણ શખ્સો વિરુદ્ધ...

વાંકાનેરમાં નજીવી બાબતે વૃદ્ધને આપી જાનથી મારી નાખવાની ધમકી; ત્રણ શખ્સો વિરુદ્ધ ફરીયાદ 

વાંકાનેર શહેરમાં આવેલ પરશુરામ પોટરીમા આરોપીઓ જોગડો કરતા હોય તે વખતે વૃદ્ધને એમ લાગેલ કે પોતાનો પૌત્ર માથાકુટ કરે છે જોવા ગયેધ તો આરોપીઓએ ઉશ્કેરાઈ વૃદ્ધને ધક્કો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ પરશુરામ પોટરીના ખુણાઆ પાસે રહેતા મનજીભાઈ છનાભાઈ સોલંકી (ઉ.વ.૭૪) એ નિલેશભાઈ મુકેશભાઈ ગગુડીયા, સાહિલભાઈ મુકેશભાઈ ગગુડીયા, દિવ્યેશભાઈ મુકેશભાઈ ગગુડીયા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ અંદોર અંદર માથાકુટ કરતા હોય જેથી ફરીયાદીને એવુ લાગેલ કે, પોતાનો પૌત્ર દિલીપ માથાકુટ થાય છે. ત્યા જોવા ગયો હશે જેથી પોતે દિલીપને બોલવવા જતા ત્રણેય આરોપીઓએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી આરોપીઓએ ફરીયાદીને છાતીમાં ધક્કો મારી નીચે પાડી દઈ છાતીના ભાગે મુઢ ઈજા પહોંચાડી તેમજ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular