Homeગુજરાતમોરબી૪૫ કરોડના ખર્ચે મોરબીમાં ૦૫ નવા ફાયર સ્ટેશનો બનશે

૪૫ કરોડના ખર્ચે મોરબીમાં ૦૫ નવા ફાયર સ્ટેશનો બનશે

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ૫ નવા ફાયર સ્ટેશનોના નિર્માણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પાછળ અંદાજિત રૂ. ૪૫ કરોડનો ખર્ચ કરવામાં આવશે.

મોડલ ફાયર સ્ટેશનમાં હાઈ-ટેક કંટ્રોલ રૂમ, આધુનિક ગેરેજ, સ્ટાફ માટે રહેણાંક સુવિધા અને અન્ડરગ્રાઉન્ડ તેમજ એલિવેટેડ વોટર ટેન્ક જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે, જેનાથી ફાયર સર્વિસ વધુ ઝડપી અને અસરકારક બનશે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અગ્નિશામક સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે નીચે મુજબના મહત્વના ફાયર સ્ટેશનોના નિર્માણ અને આયોજનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

ફાયર સ્ટેશનોની વિગત

૧. સુધારા શેરી ફાયર સ્ટેશન

સરનામું: સુધારા શેરી, સરદાર રોડ, મોરબી, અંદાજિત ખર્ચ: રૂ. ૧.૭૪ કરોડ, કામગીરીની સ્થિતિ: કામગીરી પ્રગતિ હેઠળ છે, પૂર્ણ થવાની તારીખ: જુલાઈ-૨૦૨૭

૨. મોડેલ ફાયર સ્ટેશન સરનામું: માળીયા ચોકડી, સર્કિટ હાઉસ સામે, મોરબી્, અંદાજિત ખર્ચ: રૂ. ૧૦.૧૦ કરોડ, કામગીરીની સ્થિતિ: કામગીરી પ્રગતિ હેઠળ છે. પૂર્ણ થવાની તારીખ: જુલાઈ-૨૦૨૭

૩. ઝોનલ ફાયર સ્ટેશન: સરનામું: શક્તિ શાળા પાસે, મોરબી, અંદાજિત ખર્ચ: રૂ. ૧૧.૩ કરોડ, કામગીરીની સ્થિતિ: પ્રક્રિયા ચાલુ છે., પૂર્ણ થવાની તારીખ: નક્કી થવાની બાકી

૪. અમરેલી ફાયર સ્ટેશન સરનામું: અમરેલી કાંઠા બાયપાસ રોડ, મોરબી, અંદાજિત ખર્ચ: રૂ. ૧૫.૦૩ કરોડ, કામગીરીની સ્થિતિ: પ્રક્રિયા ચાલુ છે., પૂર્ણ થવાની તારીખ: નક્કી થવાની બાકી

૫. એસ.પી. રોડ ફાયર સ્ટેશન સરનામું: રવાપર એસ.પી. રોડ, મોરબી, અંદાજિત ખર્ચ: રૂ. ૧૦.૪૭ કરોડ, કામગીરીની સ્થિતિ: પ્રક્રિયા ચાલુ છે., પૂર્ણ થવાની તારીખ: નક્કી થવાની બાકી.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular