Homeગુજરાતમોરબીહળવદમાં નજીવી બાબતે માથાકુટ થતા સામસામે ફરીયાદ નોંધાઈ

હળવદમાં નજીવી બાબતે માથાકુટ થતા સામસામે ફરીયાદ નોંધાઈ

હળવદ શહેરમાં આવેલ ભવાની નગર ઢોરામા સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે બબાલ થતા બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હળવદના ભવાનીનગર ઢોરો હુસેની ચોક પાસે રહેતા સુનિલભાઈ ઉર્ફે ભોલો દિનેશભાઈ ઝીંઝુવાડીયા (ઉ.વ.૨૨) એ ત્યાં જ રહેતા આરોપી દશરથભાઈ ઘોઘાભાઈ નંદેસરીયા, વિશુ કાળુભાઈ,‌ કાનજીભાઈ કાળુભાઈ, મહેશભાઈ ઉર્ફે મયલો કાળુભાઈ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીની પત્ની સાથે મિત્રતા હોય જે બાબતનો ખાર રાખી આરોપીએ ફરિયાદીના ફળીયામાં પ્રવેશી ફરીયાદીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી છે.

જ્યારે સામાપક્ષે હળવદ ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા તુલશીબેન ઉર્ફે મનીષાબેન કિશનભાઇ ઉર્ફે કાનજીભાઈ નંદેસરીયા (ઉ.વ.૨૦) એ આરોપી સુનીલ ઉર્ફે ભોલો દિનેશભાઈ ઝીંઝુવાડીયા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી હાથમાં ધારીયુ લઈ ફરીયાદીના ફળીયામાં પ્રવેશી સાથીઓ ક્યાં ગયેલ છે તે બાબતે પુછપરછ કરતા જતા રહેલ અને ફરીયાદીએ આ બાબતે સાથીઓ ને વાત કરતા સાથીઓ સમજાવવા ગયેલ ત્યારે આરોપીએ ધારીયા વડે સાથી કિશનને ઇજા કરેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી છે.

આ બનાવ અંગે બંને પક્ષો દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular