મોરબી મહાનગરપાલિકાની ઈલેક્ટ્રિકલ શાખા દ્વારા મોરબી શહેરને લાઈટોથી પ્રકાશિત બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ લાઈટ સાથે નવા પોલ સ્થાપિત કરવાની કામગીરી હાલ પ્રગતિમાં છે.
આ ઉપરાંત, ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા મોરબી શહેરના કુલ 15 સ્થળોએ હાઈ માસ્ટ લાઈટ સ્થાપિત કરવાની પ્રક્રિયા હેઠળ ત્રાજપર ચોકડી, કલેક્ટર ઓફિસ રોડ, અરુણોદય સર્કલ, ખોડીયાર માતાના મંદિર પાસે દરબારગઢ, શિવાજી ચોક (જેલ રોડ), સરદાર સ્ટેચ્યુ (એસડીએમ બંગલા પાસે) સહિતના સ્થળોએ કામ ચાલુ કરવામાં આવ્યું છે. આ કામ ટૂંક સમયમાં પૂર્ણ કરી મોરબી શહેરને વધુ આકર્ષક અને પ્રકાશિત બનાવવામાં આવશે.
આગામી સમયમાં મોરબી શહેરમાં લાઈટોને લગતી તમામ સમસ્યાઓનું ઝડપી નિવારણ કરવામાં આવશે અને શહેરની લાઈટિંગ સંબંધિત તમામ જરૂરિયાતો પૂર્ણ થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવશે.


