Homeગુજરાતમોરબીમાં બજરંગ અખાડા ખાતે ફિટનેસ માટે મોડર્ન જીમના ડેવલપમેન્ટનું કામ હાલ પ્રગતિ...

મોરબીમાં બજરંગ અખાડા ખાતે ફિટનેસ માટે મોડર્ન જીમના ડેવલપમેન્ટનું કામ હાલ પ્રગતિ હેઠળ

મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ બજરંગ અખાડા ખાતે નગરજનોના આરોગ્ય અને ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે મોડર્ન જીમના ડેવલપમેન્ટનું કામ હાલ પ્રગતિ હેઠળ છે. આ પ્રોજેક્ટ્સનું કામ ૩૫% પૂર્ણ થઇ ગયેલ છે.

હાલમાં આ પ્રોજેક્ટ અંતર્ગત બિલ્ડિંગના ફર્સ્ટ ફ્લોર સ્લેબનું કામકાર્યરત છે અને કામ નિયમિત ગતિએ આગળ વધી રહ્યું છે. નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

આ પ્રોજેક્ટ હેઠળ આધુનિક કસરત સાધનો, યોગ્ય વેન્ટિલેશન, લાઇટિંગ વ્યવસ્થા તેમજ ટ્રેનિંગ માટેની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે, જેથી યુવાનો તેમજ નગરજનોને ઉત્તમ જીમ સુવિધા સ્થાનિક સ્તરે ઉપલબ્ધ થાય.

આ કામગીરી મોરબી મહાનગરપાલિકા દ્વારા નગરજનોને વધુ સારી અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાના હેતુસર હાથ ધરવામાં આવી છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ, આ જીમ નગરજનો માટે આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે કાર્ય કરશે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular