Homeગુજરાતમોરબીમોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક "સિસ્ટર નિવેદિતા એવોર્ડ"થી સન્માનિત

મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક “સિસ્ટર નિવેદિતા એવોર્ડ”થી સન્માનિત

મોરબી; સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન રાજકોટ શિક્ષણના ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરતા શિક્ષકોને શોધીને તેને સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રદાન કરે છે.આ વરસે રાજ્યના શિક્ષકોમાંથી પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકમાંથી ત્રણ બેસ્ટ શિક્ષકોની પસંદગી કરવામાં આવી.

જેમા મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળા શિક્ષક વિજયભાઈ દલસાણીયાની પ્રાથમિક ક્ષેત્રમાં સમગ્ર ગુજરાતમાં રાજ્યમાંથી પસંદગી કરી. ગૌરવમય એવોર્ડ સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન સંસ્થાપક જાની સાહેબ,તથા હાસ્ય સમ્રાટ અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા સન્માનીય ડો.જગદીશભાઈ ત્રિવેદી અને સંદેશના તંત્રી સન્માનીય જયેશભાઇ ઠકરાર હસ્તે આ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. સન્માનપત્ર, સ્મૃતિચિન્હ અને 21000ની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો.આ તકે આ ગૌરવશાળી એવોર્ડ માટે પસંદગી કરતા આ સંસ્થાનો, તેમની સાથે સંકળાયેલા તમામનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.સાથે આ એવોર્ડ માટે મદદરૂપ થનાર તમામ મિત્રોનો પણ વિજયભાઈએ આભાર વ્યક્ત કર્યો હતો.મોરબીના ગૌરવશાળી શિક્ષક વિજયભાઈ દલસાણીયાને ગૌરવપૂર્ણ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અભિનંદન પાઠવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular