Homeગુજરાતમોરબીમોરબીમાં નાણાકીય લેવડદેવડ બાબતે યુવકનું અપહરણ કરી માર મારતા પાંચ શખ્સો વિરુદ્ધ...

મોરબીમાં નાણાકીય લેવડદેવડ બાબતે યુવકનું અપહરણ કરી માર મારતા પાંચ શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

મોરબી શહેરમાં ચોકવાનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં નાણાકીય લેવડદેવડ બાબતે યુવકનું ફિલ્મી સ્ટાઈલમાં પાંચ શખ્સોએ અપહરણ કરી ૧૩ લાખ રૂપિયા બળજબરી પૂર્વક કઢાવવા યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગરમા ધર્મ મંગલ સોસાયટી પિપરવાડી વિસ્તારમાં રહેતા વિશાલભાઈ રાજેશભાઈ શેરસીયા (ઉ.વ‌.૨૯) એ આરોપી ગીરીશભાઇ મગનભાઇ આખજા, રાજુભાઇ ઝાલા આહીર, ભરતભાઇ બાટી ગઢવી, અલ્તાફભાઇ જીવાણી, ઇમરાન ઉર્ફે ગટ્ટી વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી તથા આરોપીઓને નાણાકીય લેવડદેવડના કામે ફરીયાદી પાસેથી રૂપિયા ૧૩ લાખ મેળવવાના હોય જેથી ફરીયાદી જ્યારે મોરબી ભક્તિનગર સર્કલ પાસે ગોકુલનગર જવાના રસ્તે મંડપ સર્વિસના ગોડાઉનમાં ફરીયાદી હોય ત્યારે આરોપીઓ ક્રેટા ગાડી રજીસ્ટર નંબર -જીજે-૩૬-એ.એફ-૮૭૭૧ વાળીમા ફરીયાદી પાસે જઈ ફરીયાદીને લોખંડની કોશ તથા હથોડી વડે મારમારી બળજબરી પૂર્વક રૂપિયા કઢાવવા કારમાં ફરીયાદીનુ અપહરણ કરી જાંબુડીયા બાજું હિમાલીયા કારખાનામાં લઈ જઈ ગોંધી રાખી મોબાઈલ આંચકી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની કલમ -૩૦૮(૫), ૧૪૦(૨), ૧૨૭(૨), ૧૧૫(૧),૩૫૧(૨) તથા જી.પી. એક્ટ કલમ -૧૪૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular