Homeગુજરાતમોરબીમોરબીમાં અજાણ્યા પુરુષનું મોત, ઓળખ માટે પોલીસની અપીલ

મોરબીમાં અજાણ્યા પુરુષનું મોત, ઓળખ માટે પોલીસની અપીલ

મોરબી શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અક્સ્માત મોત નં. ૧૫/૨૦૨૬ મુજબ તા. ૧૭/૦૩/ ૨૦૨૬ના રોજ એક અજાણ્યા પુરુષનું મોત થયાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, આશરે ૪૦ થી ૪૫ વર્ષનો આ અજાણ્યો પુરુષ તા. ૧૭/૦૩/૨૦૨૬ના સાંજે અંદાજે ૧૭:૫૦ વાગ્યા પહેલા મોરબી ખાતે સર્કિટ હાઉસ પાસે જાહેર રસ્તા પર ફૂટપાથ ઉપર મૃત હાલતમાં મળ્યો હતો.

પ્રાથમિક તપાસ મુજબ આ વ્યક્તિનું મોત ફેફસાની બીમારીના કારણે થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.

મૃતકના જમણા હાથમાં “નેહાબેન મોહમ્મદભાઈ” સહિત અન્ય નામો હિન્દીમાં ટેટૂ તરીકે લખાયેલા છે. મૃતકના શરીરે આછા ગુલાબી રંગની બાંડી અને કાળા રંગનું ટ્રેક પેન્ટ પહેરેલ હતું. હાલમાં મૃતદેહને ઓળખ માટે મોરબી સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. પોલીસે જનતાને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ આ મૃતકને ઓળખી શકે તો તાત્કાલિક મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે. પોલીસ દ્વારા મૃતકની ઓળખ માટે બહોળી પ્રસિદ્ધિ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.તપાસ કરનાર – એ.એમ.ઝાપડીયા પોલીસ હેડ કોન્સ. મો.નં.: ૬૩૫૯૬ ૨૬૦૪૮ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ટે.નં-૦૨૮૨૨-૨૪૨૫૯૨

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular