હળવદ તાલુકાના કવાડિયા ગામે આરોપીના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂની બોટલ નંગ- ૨૬ કુલ કિંમત રૂપિયા ૨૬૦૦ નો મુદામાલ હળવદ પોલીસે ઝડપી પાડી રેઇડ દરમ્યાન આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પોલીસે કવાડિયા ગામે આરોપીના રહેણાંક મકાનમાં દરોડો પાડતાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં બ્લુ સ્ટ્રોક એક્સક્યુસાઇટ વ્હિસ્કીની ૧૮૦ એમ.એલ.ની ૪ બોટલ તથા સુપર ઝુબિલી સ્પેશ્યલ વ્હિસ્કીની ૧૮૦ એમ.એલ.ની ૨૨ બોટલ મળી આવી હતી. કુલ મળીને રૂ. ૨૬૦૦ નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. આ મામલે વનરાજભાઈ શિહોરા અને કરણભાઈ વનરાજભાઈ શિહોરા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. દરોડા દરમિયાન બંને આરોપીઓ હાજર મળી આવ્યા નહોતા. જેથી બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી છે.