હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં આવેલી વાડીમાં મજૂરી કરતા વ્યક્તિ સાથે મારામારી અને અપમાનીત કરતા એક શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અગર ગામના વતની અને હાલ રાણેકપર ગામની સીમમાં સુખદેવભાઈ પટેલની વાડીમાં રહેતા તથા મજૂરી કરતા મુકેશભાઈ કાંતીભાઈ ભીલ (ઉંમર 44) એ આરોપી કરશનભાઈ લાલજીભાઈ પટેલ રહે. રાણેકપર તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીએ સુખદેવભાઈની વાડીએથી જતા રહેવાનું કહેલ હોય અને ફરીયાદી વાડીએથી ગયેલ નહીં જેના કારણે આરોપીએ ફરીયાદીને લાફા મારી ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી છુટ્ટા પથ્થર મારી પીઠના ભાગે સામાન્ય ઈજા કરી ફરીયાદી અનુ.જન જાતિનો હોવાનુ જાણતો હોવા છતા જાહેરમાં અપમાનિત કરી બિભત્સ ગાળો બોલી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ-૧૧૫(૨),૧૨૫, ૩૫૨, ૩૫૧(૩) તથા જી.પી.એક્ટ-૧૩૫ તથા એટ્રોસીટી અધિનિયમ કલમ ૩(૧)(આર), ૩(૧)(એસ),૩(૨)(પએ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.