Homeગુજરાતમોરબીમોરબીના આનંદનગરમાં જુગારની મહેફિલ પર પોલીસનો દરોડો: ચાર મહિલા સહિત 6 ઝડપાયા

મોરબીના આનંદનગરમાં જુગારની મહેફિલ પર પોલીસનો દરોડો: ચાર મહિલા સહિત 6 ઝડપાયા

મોરબી શહેરના આનંદનગર વિસ્તારમાં ચાલતી જુગારની મહેફિલ પર પોલીસએ દરોડો પાડતા ચાર મહિલા સહિત 6 શખ્સોને રોકડ રૂપિયા 22,100 ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે આનંદનગર શેરી નં.1 ખાતે ઇન્દ્રસિંહ નવલસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો જ્યાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત છ ઈસમો ઇન્દ્રસિંહ નવલસિંહ જાડેજા (ઉ.વ.૫૦) રહે, આનંદ નગર શેરી નં.૧ મોરબી, રાજેશભાઇ સુખરામભાઇ સોનારથી (ઉ.વ.૩૮) રહે, રામેશ્વર મંદિર પાસે હાઉસીંગ બોર્ડ મોહિતભાઇ જૈનના મકાનમાં ભાડેથી મોરબી મુળ રહે,ગામ કોટડી તા.બીલપાક જી.રતલામ મધ્યપ્રદેશ, સંગીતાબેન કરશનભાઇ નાનાલાલ કાથરાણી (ઉ.વ.૪૫) રહે,ગામ વાધરવા દરીયાલાલ મંદિર વાળી શેરીમાં તા.માળીયા(મી.) જી.મોરબી, રીનાબેન કેયુરભાઇ વિનોદભાઇ મકવાણા (ઉ.વ.૩૩) રહે,મોરબી – ૨ ટી.કે.હોટેલ પાસે સિવાલીક એપાર્ટમેન્ટ ફલેટ નં. ૨૦૨ મોરબી, સમાબેન વા-ઓફ સફિભાઇ તારમહોમદભાઇ જીદાણી (ઉ.વ.૩૮) રહે. મોરબી વાવડી રોડ બાવળીયા પીરની દરગાહ સામે કે.જી.એન. પાર્ક શેરી નં.૨ મોરબી, જોસનાબેન હિમંતભાઇ નરશીભાઇ ચુડાસમા (ઉ.વ.૪૫) રહે,આનંદનગર શેરી નં.૧ મોરબીવાળાને રોકડ રૂપિયા ૨૨,૧૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular